ચંદીગઢઃ વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) ‘હરિયાણા પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ‘ના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદીના ચાર દાયકા પછી પણ પાર્ટીને ગામડાઓમાં પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલું મહત્વનું છે તે સમજાયું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “કોંગ્રેસના શાસન દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા ન હતા.”
તેમણે કહ્યું, “આ અમૃત કાલની 25 વર્ષની સફર દરમિયાન આપણે પાછલા દાયકાઓના અનુભવોને પણ યાદ કરવા પડશે.” મુખ્ય શહેરોથી દૂર નાના શહેરો અને સ્થળોએ આશા અને ઉર્જાનું નવું કિરણ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે આઝાદીના ચાર દાયકા સુધી ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવી કેટલી જરૂરી છે તે સમજાતું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે જિલ્લા પંચાયત તંત્રને પણ તેના ભાગ્ય પર છોડી દીધું છે. ફરીદાબાદના સૂરજકુંડમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ, બીજેપી રાજ્ય એકમના વડા ઓપી ધનખર અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
આગામી વર્ષે દેશમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને પીએમ મોદી ઉપર આકરા પ્રહાર કરવાનો કોઈ ચાન્સ ગુમાવતી નથી. બીજી તરફ પીએમ મોદી અને ભાજપા પણ વિવિધ મંચ ઉપરથી તેમને આકરા ચાબખા મારે છે.