Site icon Revoi.in

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે.

બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય પારો સતત ઉંચે ચઢી ગયો છે. બિહારની 40 બેઠકોમાંથી નીતિશ કુમારના જનતાદળ-યૂનાઈટેડને 14 પર અને આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુની તેલુગૂદેશમ પાર્ટીને 16 પર બઢત મળી છે. તેવામાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે કે પ્રારંભિક વલણોને જોતા કોંગ્રેસ સત્તામાં આવવા માટે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને કોઈ મોટો રાજકીય પ્રસ્તાવ આપે તેવી શક્યતા છે. જો કે આના પર હાલ દાંવો કરી શકાય તેમ નથી.

બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. જનતાદળ યૂનાઈટેડ ટ્રેન્ડ્સમાં 14 પર આગળ છે. જ્યારે ભાજપ 11 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે.

આંધ્રપ્રદેશની 25 બેઠકો બેઠકોમાંથી ટીડીપી 16, યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી 4, ભાજપ 3 અને જનસેના પાર્ટી 2 બેઠકો પર ટ્રેન્ડ્સમાં આગળ છે.

મહત્વપૂર્ણ છે કે લોકસભાની કુલ 543 બેઠકો છે. કોઈપણ પાર્ટી કે ગઠબંધનને લોકસભામાં બહુમતી સાબિત કરવા માટે 272 બેઠકોની જરૂર છે. જો કોઈ એક પાર્ટી 272 બેઠકો પ્રાપ્ત નહીં કરી સકે, તો તે અન્ય પક્ષો સાથે ગઠબંધન બનાવીને સરકાર બનાવી શકે છે.