Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ મુશ્કેલીમાં મૂકાઈ -કોંગ્રેસના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા

Social Share

શિમલાઃ- હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી હી છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનુ જોર લગાવી રહી છે જો કે કોંગ્રેસને હવે મોટો ફટડો પડ્યો છે, ચૂંટણીની તારીખો નજીક આવી છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોંગ્રેસનું દામન છોડી દીઘુ છે અને બીજેપીનો હાથ ઝાલી લીધો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્ય કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર ખંડ સહિત રાજ્યના ઘણા કોંગ્રેસના નેતાઓ અને સભ્યો સોમવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે  હિમાચલ પ્રદેશમાં મતદાનના ચાર દિવસ પહેલા કોંગ્રેસના કુલ 26 નેતાઓ સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા હતા.જેને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ખળભરાહટ મચવા પામ્યો છે.વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના 26 નેતાઓનું ભાજપમાં જવું એ કોંગ્રેસ પાર્ટી માટે મોટો આંચકો છે.

આ સાથે જ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ હાજર હતા.

આ સાથે જ  જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, પૂર્વ યુથ કોંગ્રેસના મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિ પણ સોમવારે જ ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ તમામનું ભાજપમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ સામેલ થનારા નેતાઓના નામ જાણો