નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, હાલ યાત્રા દિલ્હીમાંથી પસાર થઈ હતી. તેમજ ઉત્તરપ્રદેશમાં આ યાત્રા યોજાશે. દરમિયાન ભારત જોડો યાત્રામાં જોડાવવા માટે સ્થાનિક કોંગ્રેસના નેતાએ અમેઠીના ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ આ યાત્રામાં જોડાશે નહીં. જોકે, સ્મૃતિ ઈરાની યાત્રામાં જોડાશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.
કોંગ્રેસના નેતા દીપકસિંહે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીના સચિવ નરેશ શર્માને આમંત્રણ આપવામાં આવ્યું છે. મને પાર્ટીના સિનિયર નેતાઓ તરફથી નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, તમામ લોકોને ભારત જોડો યાત્રામાં સામેલ કરવા આમંત્રણ આપે. મેં વિચાર્યું કે, અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાનીએ મોકલવું જોઈએ. જેથી તાજેતરમાં કેપ કાર્યાલય ગૌરીગંજ ગયો હ. અને નરેશ શર્માને આમંત્રણ મોકલ્યું છે. તેમણે આમંત્રણ સ્વિકાર્યું હતું. તેમજ કહ્યું કે, આ સાંસદ સુધી પહોંચાડવામાં આવશે.
ભાજપના સ્થાનિક નેતા દુર્ગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેમનું કામ આમંત્રણ આપવાનું છે પરંતુ યાત્રામાં અમેઠીના સાંસદ અને કોઈ પદાધિકારીઓ-કાર્યકરો જોડાય તેવી કોઈ શકયતા નથી. ભાજપ હંમેશા અખંડ ભારતની પરિકલ્પના પર કામ કરે છે. ક્યારેય ભારત ટુટ્યુ જ નથી તો તેને જોડવાની વાત ક્યાંથી આવી. રાહુલ ગાંધીએ હાંસિયામાં ધકાયેલી કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે આ યાત્રા યોજી છે. તેમજ નામ રાખ્યું છે કે, ભાજર જોડો યાત્રા.