અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ શુક્રવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. અને અમદાવાદ શહેરના પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત મકવાણા માટે દાણીલીમડા વિધાનસભામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરી રહી છે. દેશના બંધારણને બચાવવા માટે આ ચૂંટણી મહત્વની છે. આ ચૂંટણી લોકશાહી બચાવવા માટે છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ ભ્રષ્ટાચારી કહે છે. તો અમારા MP અને MLAને તમે તમારી પાર્ટીમાં લઈ રહ્યાં છો. તમે એમને MP બનાવો છો. જો કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે તો કેમ સાથે લઈને ફરો છો,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં દાણીલીંબડામાં જાહેર સભાને સંબોધન અને રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ મીટ પણ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને જે મળવું જોઈએ તે અમે આપીશું. ખેડૂતોનું દેવું માફ કરીશું. સારી GST ટેકસ અમે કાઢીશું. અમારી જોડે ગરીબો છે. ગરીબ લોકો જ દેશનું અનાજ ઉગાડે છે. મોટાં મહેલ બનાવવામાં મદદ કરે છે. અમે કોઇ ઉદ્યોગની વિરોધી નથી. વાત વાતમાં જ તેઓ કહે છે કે મોદી હે તો મુમકિન હે પણ ગરીબી મુમકિન છે. કાળું ધન પાછું લાવવાની વાત કરી અને 15 લાખ આપીશું તો શું તેઓએ આપ્યા?
તેમણે ભાજપ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં બે વર્ષમાં બુલેટ ટ્રેન લાવીશું. કયા આવી બુલેટ ટ્રેન? એક લાખ કરોડની બુલેટ ટ્રેન નથી મળી. જો મળશે તો પ્લેન જેટલો ચાર્જ હશે. અમીર માટે નહિ ગરીબ માટે છે. જૂઠાણાં પર જુઠાણું છે. ભાજપ હિન્દુ-મુસલમાનની રાજનીતિ કરી રહી છે, આનાથી શું પેટ ભરાશે ? મોદીએ કહે છે કે, કોંગ્રેસ ઘરમાં ઘૂસી તિજોરી તોડી પૈસા નીકાળી લેશે અને જેને વધુ બાળકો છે તેને પૈસા આપશે. આવુ જુઠ્ઠાણુ ફેલાવે છે .તેમના આવા વિચારોથી સમાજ અને દેશને નુકશાન થશે.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ મંગળસૂત્ર લઈને જવાની વાત કરે છે આ કોઈ જમાનામાં નથી થયું. અમે કોઈનું મંગળસૂત્ર લીધું છે? 55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું છે? બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. મોદી લોકોને કેમ ભડકાવે છે? હું ભાજપનું નામ લઉ કે મોદીનું નામ લઉં. કોઈની વ્યકિતગત ટીકા નથી કરતો. અમે તમારી વિચારધારાના વિરોધી છે. દેશને બંધારણને બચાવવા માટે આ ચૂંટણી મહત્વની છે. લોકશાહી બચાવવા માટે છે. દેશમાં મોંઘવારી વધી રહી છે. જ્યારે સંસદમાં આ મુદ્દો ઉઠાવીએ છીએ તો અમને બહાર કાઢી સંસદ ચલાવે છે. ખેડૂતો, મજૂરોના કાયદા વિરોધ બોલ્યા તો અમને બહાર કર્યા. 2014માં UPA સરકાર હતી ત્યારે પેટ્રોલ 66 રૂપિયા ભાવ હતો. 2024માં 102 રૂપિયા ભાવ છે. કોની સરકાર સારી હતી? તે પ્રજા નિર્ણય કરશે.