મોંઘવારી સામે લોકોનું સમર્થન મેળવવા માટે કોંગ્રેસની નવી રણનિતીઃ જારી કર્યો હેલ્પ લાઈન નંબર
- મોંધાવારી સામે જનતાનું સમર્થન મેળવવા કોંગ્રેસની નવી પહેલ
- જારી કર્યો હેલ્પલાઈન નંબર
દિલ્હીઃ- દેશભરમામં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, ત્યારે વિરોધ પક્ષને તો માત્ર એક મુદ્દો જ જોઈતો હોય છે,ત્યારે હવે કોંગ્રેસ સતત મોદી સરકરાના રાજમાં વધી રહેલી મોંઘવારીની ટિકા કરતું આવ્યું છે,ત્યારેહવે કોંગ્રેસ પાર્ટિએ મોંધવારી બાબતે લોકોનું પણ સમર્થન મળી રહે તે માટે એક ખાસ રણનિતી બનાવી છે.
મળતી માહિતી પ્રમાણે મોંઘવારી બાબતે જનસમર્થન માટે કોંગ્રેસે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે,મોંઘવારી મુદ્દે સરકાર સામે ‘જન જાગરણ અભિયાન’ હેઠળ કોંગ્રેસ પણ લોકોને ડિજિટલ રીતે પોતાની સાથે જોડવાની તૈયારી કરી રહી છે.
આ અઠવાડિયાના રવિવારથી શરૂ થઈ રહેલા આ અભિયાનમાં જોડાવા માટે પાર્ટીએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. કોઈપણ વ્યક્તિ તેના પર ‘મિસ કોલ’ આપીને પાર્ટીના મોંઘવારી સામેના અભિયાનને સમર્થન આપી શકે છે. પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડાએ જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ 1800212000011 પર મિસ્ડ કોલ આપી શકે છે.
આ સાથે જે વ્યક્તિ આ સમર્થન માટે મિસ્ડ કોલકરે છે તો તેને એસએમએસ મળશે. તેની સાથે ડિજિટલ ફોર્મ પણ આવશે. આ ફોર્મ ભરીને લોકો ‘જનજાગરણ અભિયાન’ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ‘જન જાગરણ અભિયાન’ અંતર્ગત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દેશના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરશે. તે સામૂહિક સંવાદ અને અન્ય જનસંપર્ક કાર્યક્રમો દ્વારા શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.