ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદી હુમલાને ગાઝા યુદ્ધ માટે જવાબદાર ઠરાવતા કોંગ્રેસ નેતા ચિદમ્બરમ
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે ઈઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલાને ગાઝા યુદ્ધ માટે જવાબદાર ઠરાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બંને તરફથી તાત્કાલિક હિંસા રોકવા માટે વૈશ્વિક સ્તર પર પહેલ કરવી જરુરી છે. કોંગ્રેસે પણ આ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. ચિમ્બરમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે તીવ્ર બન્યું છે અને બંને પક્ષે વધારે મોતનો ખતરો તોડાઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, એ વાતનો ઈન્કાર ના કરી શકાય કે, આ યુદ્ધનું કારણ હમાસનો આતંકવાદી હુમલો છે. જેના કારણે જ હમાસને દુનિયાભરમાંથી નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. ગાઝા પટ્ટી ઉપર ઈઝરાયલ તરફથી કરવામાં આવેલી વ્યાપક જવાબી કાર્યવાહીમાં હિંસા વધી ગઈ છે. સૈનિકો ઉપરાંત મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોના મોત થયાં છે. હિંસાથી કોઈ સમસ્યાનો ઉકેલ આપશે નહીં, તેમજ આ ઈઝરાયલ તથા ગાઝાના શાસકો વચ્ચેની દશકો જુની દુશ્મનીનું સમાધાન નથી. તાત્કાલિક હિંસાને રોકવા માટે કામ કરવુ જોઈ. હિંસા અને હત્યાઓઓને રોકવાના પક્ષમાં કોંગ્રેસે એક નિવેદન જાહેર કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. દુનિયાએ એક સાથે આવવું જોઈએ અને મધ્ય પૂર્વમાં હિંસા રોકવા માટે સંભવ તમામ પ્રયાસો કરવા જોઈએ.
અત્ર ઉલ્લેખનીય છે કે, હમાસે ઉઝરાયલ ઉપર કરેલા હુમલાની ભારત સરકારે નિંદા વ્યક્ત કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસે સમગ્ર ઘટના વચ્ચે પેલિસ્ટેનને સમર્થન આપ્યું હતું.