Site icon Revoi.in

ગાંધી પરિવારના નિકટવર્તી કૉંગ્રેસી નેતાનો લાહોરમાં દાવો, કહ્યુ 2/3 ભારતીયો પાકિસ્તાનીઓ સાથે!

Social Share

લાહોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની કોંગ્રેસ અને તેના નેતા મણિશંકર અય્યરની ઘૃણા જગજાહેર છે. હવે અય્યરે આ ઘૃણા પાકિસ્તાનની જમીન પર પણ દેખાડી છે. પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવતા અય્યરે કહ્યુ છે કે મોદી સરકારમાં મેજ પર બેસીને વાત કરવાની હિંમત નથી. તેમણે પાકિસ્તાન સાથે 10 વર્ષથી વાતચીત નહીં થવાને સૌથી મોટી ભૂલ પણ ગણાવી છે.

ડોનના અહેવાલ મુજબ, લાહોરના અલહમરામાં ફૈઝ ફેસ્ટિવલ દરમિયાન એક સત્રને સંબોધિત કરતા મણિશંકર અય્યરે આ વાત કહી. આ દરમિાયન મોદી સરકાર પર નિશાન સાધતા અય્યરે કહ્યુ કે હું પાકિસ્તાનના લોકોને કહેવા માંગુ છું કે તેઓ યાદ રાખે કે મોદીને ક્યારેય પણ એક તૃતિયાંશથી વધુ વોટ મળ્યા નથી. ભારતીય પ્રણાલી એવી છે એક તૃતિયાંશ વોટ મેળવીને પણ તેમની પાસે બે તૃતિયાંશ બેઠકો છે. પરંતુ બે તૃતિયાંશ ભારતીય પાકિસ્તાની સાથે આવવા માટે તૈયાર છે.

પોતાના મિત્ર સતિંદરકુમાર લાંભાના પુસ્તકને ટાંકીને અય્યરે કહ્યુ છે કે કોંગ્રેસ અને ભાજપની સરકારોમાં ઈસ્લામાબાદમાં તહેનાત રહેલા પાંચ હાઈકમિશનરોનું માનવું હતું કે જેવા પણ મતભેદો હોય, પરતંુ પાકિસ્તાને ભારત સાથે જોડાવું જોઈએ. પરંતુ 10 વર્ષોમાં આપણે વાતચીત કરી નથી, આ સૌથી મોટી ભૂલ કરી. તેમણે કહ્યુ છે કે અમારી પાસે તમારી વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે. પરંતુ મેજ પર બેસીને વાતચીત કરવાનું સાહસ નથી.

કોંગ્રેસના નેતાએ કહ્યુ છે કે પાકિસ્તાન સાથે સંબંધોમાં સદભાવનાની જરૂરિયાત હતી. પરંતુ નરેન્દ્ર મોદી સરકારની રચના બાદથી ગત 10 વર્ષોમાં સદભાવનાની ઉલટ કામ થયું છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાનીઓની આવભગતનો પણ ઉલ્લેખ કર્યો અને એ દિવસો યાદ કર્યા કે જ્યારે તેઓ કરાચીમાં મહાવાણિજ્ય દૂત હતા. અય્યરે કહ્યુ છે કે પાકિસ્તાન સિવાય તેમને એવો કોઈ દેશ દેખાય રહ્યો નથી, જ્યાં તેમનું આટલા ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું હતોય મહાવાણિજ્ય દૂતના કાર્યકાળ દરમિયાન દરેક મારી અને મારી પત્નીની દેખરેખ કરતા હતા. તેમણે કહ્યુ છે કે આને લગતી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ તેમણે પોતાના પુસ્તકમાં પણ કર્યો છે.

અય્યરે કહ્યુ છે કે મારો જે અનુભવ છે, તે જણાવે છે કે પાકિસ્તાની અન્ય પક્ષ પર જરૂરતથી વધારે પ્રતિક્રિયા આપે છે. જો અમે મિત્રતાપૂર્ણ છીએ, તો તે વધારે મિત્રતાપૂર્ણ રહેશે.  જો અમે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરીએ ચીએ, તો તેઓ પણ વધુ શત્રુતાપૂર્ણ પ્રતિક્રિયા આપે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનની જમીન પર ફાલી-ફૂલી રહેલા આતંકવાદનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં.

મહત્વપૂર્ણ છે કે ગત મહિને જ્યારે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો, ત્યારે મણિશંકર અય્યરની પુત્રી સુરન્યાએ તેના વિરોધમાં ત્રણ દિવસના અનશન કર્યા હતા. તેણે સનાતન ધર્મની વિરુદ્ધ સોશયલ મીડિયામાં પોસ્ટ પણ નાખી હતી. તેના પછી દિલ્હીના જંગપુરા ખાતેની જે સોસાયટીમાં રહે છે, ત્યાં તેણે વિરોધનો પણ સામનો કરવો પડયો હતો. રેસિડેન્ટ્સ વેલફેર સોસાયટીએ તેને પત્ર લખીને કહ્યું હતું કે તે પોતાની હરકત માટે માફી માંગે અથવા તો પછી સોસાયટી છોડીને ચાલી જાય.