- રાહુલ ગાંઘીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન
- કહ્યું પીએમ મોદી કોઈનું સાંભળતા નથી
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અવાર નવાર પીએમ મોદી વિરુદ્ધ ભાષમ આપતા જોવા મળે છે,ક્યારેક તેઓ એવી વાતો કહી દે છે હાસ્યને પાત્ર બને છે ત્યારે ફરી એક વખત રાહુ ગાંઘીએ પીએમ મોદીને લઈને નિવેદન આપ્યું છે કે પીએમ મોદી પોતાની મનમાની કરે છે અને કોઈનું સાંભળતા નથી.
રાહુલ ગાંધી એ આ નિવેદન લંડનમાં આપ્યું છે જ્યાં તેમણે ભારતની તુલના પાકિસ્તાન સાથે કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતુ . ‘આઈડિયા ફોર ઈન્ડિયા’ કોન્ક્લેવમાં એક નિવેદન આપતા રાહલે કહ્યું કે ભારતમાં મીડિયા એક તરફ ઉભા રહીને કામ કરી રહ્યું છે.આમ પીએમ મોદી પર સીઘુ નિશાન સાધ્યુ હતું
રાહુલ ગાંઘી એ પીએમ મોદીનો વિરોધ કરતાં વધુમાં એમ પણ કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન ફેલાવી દીધું છે. આ વખતે રાજ્યોની સત્તા ઘટાડવા માટે ઈડી, સીબીઆઈ નો ભારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક વિચારધારાએ ભારતના અવાજને દબાવી દીધો છે. હવે આ રાષ્ટ્રીય વૈચારિક લડાઈ છે.
આ સાથે જ તેમણે વધુમાં મીડિયા પર પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે દેશનું મીડિયા ન્યાયી નથી, તે પણ એક તરફ ઉભા રહીને એકતરફી વર્તન કરી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે દરેક ભાષમમાં રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી પર નિશાન સાધતા હોય છે ,વિરોધ પક્ષનું કામ તેઓ સારી રીતે નિભાવતા જોવા મળે છે.વિરોધ અને વિવાદમાં તેઓ હંમેશા જોવા મળે છે.