દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદનું સભ્ય પદ પરત મળ્યા બાદ તેઓ અનેક રાજ્યોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હવે તેઓ યુરોપના પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે રાહુલ ગાંઘી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે યુરોપની એક સપ્તાહની મુલાકાતે રવાના થયા હતા.
રાહુલ ગાંઘી આ મુલાકાત દરમિયાન યુરોપિયન યુનિયન (EU) વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં EU વકીલોના જૂથને મળશે અને હેગમાં પણ આવી જ એકબેઠક યોજશે.
વઘુ જાણકારી અનુસાર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ 8 સપ્ટેમ્બરે પેરિસની એક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી ઓસ્લોમાં એનઆરઆઈના એક કાર્યક્રમને સંબોધિત કરશે .
ત્તેયાર બાદ બીજા દિવસે 9 સપ્ટેમ્બરે રાહુલ ગાંઘી પેરિસમાં ફ્રેન્ચ મજૂર સંગઠનની બેઠકમાં પણ હાજરી આપવાના છે. આ પછી તેઓ નોર્વે જશે, જ્યાં તેઓ 10 સપ્ટેમ્બરે ઓસ્લોમાં એનઆરઆઈના એક કાર્યક્રમને સંબોધિત કરશે.
આ સહીત જી 20 સમિટ સમાપ્ત થયાના એક દિવસ પછી ગાંધી 11 સપ્ટેમ્બર સુધીમાં ભારત પાછા ફરે તેવી શક્યતાઓ છે,એક તરફ જ્યા ભારતમાં જી 20 સમ્મેલનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ આ સમિટિ દરમિયાન રાહુલ ગાંઘી યુરોપનો પ્રવાસ કરી રહ્યા હશે.