કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી 2 દિવસીય લદ્દાખની યાત્રા માટે રવાના થયા
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સંસદની સદસ્યતા પરત મળતા જ તેઓ ફરી સક્રિય થયા છે ત્યારે આજરોજ ગુરુવારના દિવસે તેઓ લદ્દાખની 2 દિવસની યાત્રા માટે રવાના થઈ ચૂક્યા છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર હશે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈ શકે છે. જો કે, પાર્ટીના સૂત્રોએ તેમના કોઈપણ કાર્યક્રમો જાહેર કર્યા નથી. ઉલ્લેખનીય છે કે પહેલા રાહુલ ગાંધી બે વખત જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ગયા હતા પરંતુ તેઓ લદ્દાખ જઈ શક્યા ન હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સવારે લદ્દાખ જવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાનથી એરપોર્ટ જવા રવાના થયા હતા. લદ્દાખ પહોંચ્યા બાદ રાહુલ ગાંધી ત્યાં લોકોને મળશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને જમ્મુની બે વખત મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ તેઓ લદ્દાખ જઈ શક્યા નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી લોકોને મળવા લદ્દાખ જઈ રહ્યા છે. જોકે, પાર્ટીના સૂત્રોએ રાહુલની અન્ય કોઈ યોજના જાહેર કરી નથી.
રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે જવાની માહિતી મળી રહી છે, જ્યાં તેઓ બેલ્જિયમ, નોર્વે અને ફ્રાન્સ જશે. સૂત્રોનું માનીએ તો રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યુરોપના પ્રવાસે રવાના થઈ શકે છે. રાહુલ ગાંધી તેમના યુરોપ પ્રવાસ દરમિયાન યુરોપિયન સંસદસભ્યો, ભારતીય મૂળના લોકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે.
tags:
Rahul Gandhi