- રાહુલ ગાંઘી સુરતની કોર્ટમાં હાજર થશે
- માનહાનિ કેસ મામલે ચૂકાદાની આશા
દિલ્હી- વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપશે, વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં આજે તેમની પેશી છે ત્સુયારે આજે ા મામલે ચૂકાદો આવી શકે તેવી આશાઓ છે.
પક્ષના નેતાઓએ વિતેલા દિવસે કહ્યું કે, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી અપેક્ષા છે. આ મામલો ‘મોદીજીની સરનેમ’ અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીના આગમનને નિહાળવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં પહેલે થી જ હાજર થઈ ચૂક્યા છે.ઉલ્લેખનીય છે કે અગાઉ મંગળવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે.
વાત જાણે એમ હતી કે આજથી ત્રણ વર્ષ પહેલા કર્ણટાક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી. ત્યારે હવે આજે ફરી આ કેસ મામલે સુનાવણી થવા જઈ રહી છે