કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે
નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ. આ બેઠકમાં રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાને લઈને વિચાર કરવામાં આવ્યો. સાથે જ તેમને વિપક્ષ નેતા બનાવવા માટે પ્રોટેમ સ્પીકરને એક પત્ર પણ લખવામાં આવ્યો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે. સી. વેણુગોપાલે મંગળવારે રાત્રે ખડગેના ઘરે થયેલી બેઠકની જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનાવવાને લઈને ચર્ચા થઈ અને આ અંગે એક પત્ર પણ પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પણ લખ્યો છે. આ અંગે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હશે… જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી સાંસદ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ છે.