Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની મુશ્કેલી વધી, મોદી સરનેમ વિવાદ બાદ હવે વીર સાવરકર કેસ મામલે લખનૌની કોર્ટે તપાસના આદેશ આપ્યા

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અનેક વખત વિવાદના વંટોળમાં ફસાતા જોવા મળે છે અગાઉ પીએમ મોદી સરનેમ પર ટિપ્પણ કરીને તેઓ કોર્ટના ચક્કરમાં ફસાયા હતા અને તેમના સામે કેસ દાખલ થયો હતો હજી તો આ કેસનો નિવડો આવ્યો નથી ત્યા તો રાહુલ ગાંઘી સામે બીજી મુશ્કેલી આવી  છે.

પ્રાપ્ત વિગહત પ્રમાણે મોદી સરનેમ વિવાદ બાદ હવે વિરકાવરક કેસમાં રાહુલ ગાંઘીની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જણાકારી અનુસાર જરાહુલ ગાંધીને માનહાનિના કેસમાં વચગાળાની રાહત આપવાનો ગુજરાતની કોર્ટે ઈન્કાર કરી દીધો છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનૌની એક અદાલતે 2 મેના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા કેસની તપાસનો આદેશ આપ્યો છે.

લખનૌની કોર્ટે ભારત જોડો યાત્રા દરમિયાન વિનાયક દામોદર સાવરકર પર કરેલી કથિત વાંધાજનક ટિપ્પણી અંગે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ કરવાનો નિર્દેશ જારી કર્યા છે હજી એક કેસ તો પત્યો નથી ત્યા રાહુલ ગાંઘી સામે બીજો કેસ આવી ગયો છે આમ રાહુલ ગાંઘીની મુશ્કેલીમાં વાધારો થયો છે.

વીર સાવરકર કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે નોંધાયેલી ફરિયાદમાં કોર્ટે યુપી પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. MPMLAના સ્પેશિયલ એસીજેએમ અંબરીશ શ્રીવાસ્તવે આ મામલે આગામી તારીખ 6 જૂન નક્કી કરી છે. તેણે પોલીસને તપાસ પૂર્ણ કરવા અને એક મહિનામાં તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

આ કેસ પહેલા રાહુલ ગાંધી મોદી સરનેમ પર આપેલા નિવેદનની સજા ભોગવી ચૂક્યા છે. યુપી કોર્ટે હજરતગંજના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આ મામલાના તપાસ રિપોર્ટ વિશે કોર્ટને જાણ કરવાનો આદેશ આપ્યો છે.