દિલ્હીઃ આજે સંસદના સત્રનો ત્રીજો દિવસ છે ત્યારે મહિવા અનામત બિલ પર કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી બોલી રહ્યા છે, આ પહેલા તેમણે મહિલા અનામત બિલને પતિ રાજીવ ગાંઘીનું સ્વપ્ન હતું તેમ જણાવ્યું હતું.
સંસદના વિશેષ સત્રના ત્રીજા દિવસની કાર્યવાહી શરૂ થઈ. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ થઈ. આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, બીજેપી નેતા સ્મૃતિ ઈરાની સહિત ઘણા નેતાઓ આ બિલ પર ચર્ચા કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા આરક્ષણ બિલ પર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આ મારા પતિ રાજીવ ગાંધીનું સપનું હતું. બાદમાં પીએમ પીવી નરસિમ્હા રાવની સરકારે તેને પાસ કરાવ્યું હતું. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા 15 લાખ ચૂંટાયેલી મહિલા નેતાઓ છે. રાજીવ ગાંધીનું સપનું અત્યાર સુધી માત્ર અડધુ જ પૂર્ણ થયું છે. આ બિલ પાસ થયા બાદ આ સપનું પૂરું થશે.
બીજી તરફ કોંગ્રેસ નેતા ખડગેએ કહ્યું કે ચૂંટણીના કારણે ભાજપ મહિલા અનામત બિલનો શ્રેય લઈ રહી છે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું કે અમે 2010માં રાજ્યસભામાં બિલ પસાર કરી ચૂક્યા છીએ, પરંતુ કેટલાક કારણોસર આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું નથી. આ કોઈ નવું બિલ નથી.