કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ સંસદના ખાસ સત્રને લઈને જાણકારી માંગતો પીએમ મોદીને લખ્યો પત્ર
દિલ્હીઃ- કેન્દ્ર દ્રાર થોડા દિવસ અગાઉ સપ્ચેમ્બરમાં 5 દિવસીય સંસદનું સત્ર બોલાવાની જાહેરાત કરાઈ હતી આ ખઆસ સત્રને લઈને અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા ત્યારે હવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ આ બબાતને લઈને જવાબ માંહતો પીએમ મોદીને પત્ર લખ્યો છે.ઉલ્લેખનીય છે કે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે
આ સાથે જ સોનિયા ગાંઘીએ પત્રમાં સત્રના એજન્ડાની માહિતી પણ માંગી છે. તેમના પત્ર પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ વિશેષ સત્ર વિશે કોઈને જાણ નથી. કોઈપણ ચર્ચા કર્યા વિના સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે વિશેષ સત્રનો એજન્ડા જારી કરવામાં આવે છે અને આવું પહેલીવાર બન્યું છે કે સંસદના વિશેષ સત્રનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.