Site icon Revoi.in

કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ સંસદના ખાસ સત્રને લઈને જાણકારી માંગતો પીએમ મોદીને લખ્યો પત્ર

Social Share

દિલ્હીઃ- કેન્દ્ર દ્રાર થોડા દિવસ અગાઉ સપ્ચેમ્બરમાં 5 દિવસીય સંસદનું સત્ર બોલાવાની જાહેરાત કરાઈ હતી આ ખઆસ સત્રને લઈને અનેક લોકોએ સવાલ પણ ઉઠાવ્યા ત્યારે હવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીએ આ બબાતને લઈને જવાબ માંહતો પીએમ મોદીને પત્ર લખ્યો છે.ઉલ્લેખનીય છે કે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગૃહનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે

 કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે જેને લઈને અનેક  અટકળો થઈ રહી છે. એક દેશ, એક ચૂંટણીથી લઈને ભારતનું નામ બદલીને ભારત કરવા, વિશેષ સત્રના એજન્ડાને લઈને  હાલ ચારેતરફ ચર્છેચા જ ચર્ચા છે ખાસ કરીને વિપક્ષ દ્રાર સતત નિશાન સાઘવામાં આવી રહ્યું છએ આવી સ્થિતિમાં હવે સોનિયા ગાંઘીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની પાસેથી સંસદના વિશેષ સત્રના એજન્ડાની જાણકારી માંગી છે. સંસદનું ખાસ સત્ર બોલાવાને લઈને સોનિયા ગાંઘીએ પત્રમાં કહ્યું છે  કે વિપક્ષો સાથે કોઈપણ પૂર્વ ચર્ચા કર્યા વિના સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે.

આ સાથે જ સોનિયા ગાંઘીએ પત્રમાં  સત્રના એજન્ડાની માહિતી પણ માંગી છે. તેમના પત્ર પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ વિશેષ સત્ર વિશે કોઈને જાણ નથી. કોઈપણ ચર્ચા કર્યા વિના સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે વિશેષ સત્રનો એજન્ડા જારી કરવામાં આવે છે અને આવું પહેલીવાર બન્યું છે કે સંસદના વિશેષ સત્રનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે.

એટલું જ નહી વડાપ્રધાનને લખેલા પત્રમાં સોનિયા ગાંધીએ એવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો છે જે પાર્ટી વિશેષ સત્રમાં ઉઠાવવા માંગે છે. સોનિયા ગાંધીએ પોતાના મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી છે. માત્ર સરકારના એજન્ડા પર ચર્ચા ન થવી જોઈએ.
સોનિયા ગાંઘીએ પત્રમાં આ  મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી છે જેમાં વર્તમાન આર્થિક સ્થિતિ પર ચર્ચા, MSME ઉદ્યોગની સમસ્યાઓ ખેડૂતોને MSPની માંગ, MSPની કાયદેસર ગેરંટીનું વચન ખેડૂત આંદોલન સમયે આપવામાં આવ્યું હતું તેની ચર્ચા,  અદાણી ગ્રૂપ અને ગ્રૂપના મોદી સરકાર સાથેના સંબંધો અંગેના ઘટસ્ફોટ પર ચર્ચા જેવા અનેક મુદ્દાઓ પત્રમાં લખ્યા છે.