અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીને મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. વિવિધ રાજકીયપક્ષો દ્વારા અંતિમ ઘડીએ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારીમાં છે. ભાજપના સંગઠનના લાખો કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા મોટા પાયે લોકસંપર્કની કામગીરી ચાલું છે. સી.આર.પાટીલ દ્વારા રેલીઓ અને સભાઓ કરવામાં આવી હતી. સીએમ રૂપાણીએ પણ જાહેરસભાઓ સંબોધી હતી. ગઈકાલે તેમણે વીડિયો મેસેજ મારફતે શહેરીજનોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. મતગણતરી માટે જે દિવસે ચૂંટણીપંચે નક્કી કર્યો છે. તેની સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. હાઈકોર્ટે ચૂંટણીપંચના નિર્ણય યથાવત રાખ્યો છે.
ગુજરાતની જનતાએ મનબનાવી લીધું છે તમામ ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવો. કોંગ્રેસના નેતાઓ માનસિક રીતે ચૂંટણી હારી ચુક્યાં છે. હથિયાર હેઠા મુકી દીધા છે. કોંગ્રેસમાં આંતરિક નારાજગી, ધારાસભ્યો સામે ફરિયાદો આવી કોંગ્રેસની જૂથબંધીને કારણે નેતાઓ પ્રજાની વચ્ચે જઈ શકી નથી. ઉપરછલ્લો પ્રચાર કરીને કોંગ્રેસ સંતોષ માની રહી છે. અમે પ્રજાની વચ્ચે ગયા છીએ અને જવાના છીએ. પ્રજાને અમારી ઉપર વિશ્વાસ છે એટલે ભાજપનો ભવ્ય વિજય થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર કોર્પોરેશન માટે આગામી તા. 21મી માર્ચના રોજ મતદાન યોજાશે. સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે.