Site icon Revoi.in

રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા સહીત કોંગ્રેસના નેતાઓ ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા

Social Share

 

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી સતત કોર્ટના ચક્કરમાં ફસાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક કેસનો રાહુલ ગાંઘી શિકાર બન્યા છે માત્ર રાહુલ ગાંઘી જ નહી પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓએ કોર્ટે માનહાનિકેસમાં નોટીસ ફટકારી હોવાની માહિતી સામે આવી રહી છે.

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.  ભાજપે  એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સંબંધિત કેસોની સુનાવણી કરતી આ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 499 બદનક્ષી અને 500બદનક્ષી માટેની સજા હેઠળના ગુનાની નોંધ લીધી છે અને કેસની સુનાવણી માટે 27 દિવસનો સમય આપ્યો છે. જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતે મંગળવારે આ અંગે તમામ પ્રતિવાદીઓને સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ભાજપના રાજ્ય સચિવ એસ કેશવ પ્રસાદ દ્વારા 9 મેના રોજ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે જાહેરાતોમાં ખોટા દાવા કરીને પાર્ટીને બદનામ કરવામાં આવી હતી.

જાણો શું છે મામલો

મે મહિનાની 9 તારિખના રોજ રાજ્ય સચિવ એસ કેશવપ્રસાદે ફરિયાદ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓએ ભાજપની છબી ખરાબ કરવા માટે જાહેરાતો બહાર પાડી. જેમાં ભાજપ વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ વર્ષે 5 મેના રોજ અખબારોમાં વિધાનસભા ચૂંટણી માટે જાહેરાત આપી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તત્કાલીન ભાજપ સરકાર 40 ટકા ભ્રષ્ટાચારમાં સામેલ હતી અને 1.5 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. છેલ્લા ચાર વર્ષ પાયાવિહોણા હતા.જેને લઈને કોર્ટે હવે આ નેતાને નોટીસ ફટકારી છે.