નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસ સાથે સીટ શેયરિંગમાં સંમતિ નહીં સધાવાને કારણે આ પગલું ભર્યું છે.
ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણે કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર ભવિષ્યવાણી કરી દીધી છે કે હાલ અન્ય દળ પણ દલ-દલ છોડી શકે છે. તેમણે કહ્યુ છે કે અન્ય કેટલાક દળ પણ છોડશે દલ-દલમાં ફસાવા કોઈ ઈચ્છતું નથી.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં તેમણે અયોધ્યામાં થયેલા રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. તેમણે આને સનાતન શાસન અને રામરાજ્યની પુનર્સ્થાપનાનો દિવસ ગણાવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત, તો આ શક્ય ન હતું.
ટીએમસી સિવાય જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ કહ્યુ હતુ કે જો સીટ શેયરિંગ સમયસર નહીં થાય, તો કેટલાક પક્ષો અલગ થવાની સંભાવના છેત. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલની સાતે યૂટ્યૂબ ચેનલ પર ચર્ચામાં અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે જો આપણે દેશ બચાવવો છે, તો આપણે મતભેદો ભૂલવા પડશ અને દેશ બાબતે વિચારવું પડશે.
અબ્દુલ્લાનું એમ પણ કહેવું હતું કે મમતા બેનર્જી સામે નિવેદનબાજીને કારણે મતભેદ વધ્યા છે.