Site icon Revoi.in

બુટલેગરો સાથેની સાંઠગાઠ ખૂલી ન પડે તે માટે કોંગ્રેસ MLAને સસ્પેન્ડ કરાયાઃ અમિત ચાવડા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નશાબંધી વિધેયક પર આજે વિસ્તૃત ચર્ચા થવાની હતી. સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓની બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો જોડેની સાંઠગાંઠ બહાર ન આવી જાય તે માટેનું સુનિયોજીત રીતે ગભરાયેલી ભાજપ સરકારના પ્રસ્તાવના આધારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેમ  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.

તેમણે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું. કે, ગુજરાત વિધાનસભામાં પ્રજાલક્ષી પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા, ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોરે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાયની વાત, મુલસાણા, ડુમ્મસ કે ગૌચરની જમીનના પ્રશ્નો, સાયકલની ખરીદીમાં થયેલો વ્યાપક ભ્રષ્ટાચાર, કેવડિયામાં આદિવાસી યુવાનોની નિર્મમ હત્યા, ગુજરાતમાં ઠેરઠેર પકડાયેલા ડ્રગ્સ – દારૂ, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર ફૂટવા, સરકારી ભરતી પ્રક્રિયામાં કૌભાંડો, દાહોદ નકલી જમીનના હુકમો જેવા અનેક પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગને સરકાર દ્વારા બહુમતીના જોરે નામંજૂર કર્યા છે.

તેમણે કહ્યું હતું કે, જનતાના ટેક્ષના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે, સરકારનું બજેટ બને છે, લોકશાહીના મંદિર એવા વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહી થાય તેનો ખર્ચ એ પ્રજાના ટેક્ષના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્ષના પૈસાથી ચૂકવાય છે. એ લોકશાહીના મંદિરમાં પ્રજાને પડતી તકલીફો, સમસ્યાઓ પીડાઓ, પ્રજાના ટેક્ષના પૈસે જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, ગેરવહીવટ થઇ રહ્યો છે. જયારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજુ કરે તે પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, સમસ્યાઓ, ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય. ભ્રષ્ટાચારમાં રાચતી સરકાર અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે.

તેમણે ઉમેર્યું કે,  ભાજપના મળતિયાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, એની કોઈ ચર્ચા ના થાય, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલે આ સરકાર ચર્ચા કરવાથી ભાગી રહી છે. કોંગ્રેસે ઉઠાવેલા પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા, પરંતુ સરકારની વાહવાહી કરવાવાળા, સરકારને ખોટી રીતે પ્રોત્સાહીત કરવાવાળા પ્રશ્નો દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે.

#Congress #BJP #GujaratAssembly #Corruption #PoliticalDebate #PublicIssues #LegislativeProcess #GovernmentTransparency #RajkotFire #DrugTrafficking #CorruptionInGovernment #PublicAccountability #PoliticalAnalysis #IndiaPolitics #BJPCorruption #CongressDebate #LegislativeIntegrity #PoliticalAccountability #CitizenIssues #GujaratNews