નવી દિલ્હીઃ પંજાબના ફિલૌરમાં ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું સવારે નિધન થયું હતું. રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેનું મોત નીપજ્યું. ડોક્ટરે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
પંજાબમાં કોંગ્રેસના સાંસદના નિધનને પગલે દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અટકાવી હતી. રાહુલ ગાંધી તેમના જલંધર ઘર જવા રવાના થયા હતા. ડૉ.જસજીત વિર્કના કહેવા પ્રમાણે, જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ડોક્ટરોની ટીમ પણ તેમની સાથે હતી. તેમને હોસ્પિટલ લઈ જતી વખતે ડોક્ટરોની ટીમે તેને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા.
સાંસદ ચૌધરી સંતોખ સિંહના પાર્થિવ દેહને જલંધર શહેરમાં તેમના ન્યૂ વિજય નગર સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો. અગાઉ, તેઓ 1992 થી 1997 દરમિયાન કોંગ્રેસ સરકારમાં રાજીન્દર કૌર ભટ્ટલ અને હરચરણ સિંહ બ્રારની કેબિનેટમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે, તેમણે ફિલૌર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.કોંગ્રેસ સાંસદના નિધન પર શોક વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, “જાલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અકાળે અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. તેમની આત્માને શાંતિ મળે. કોંગ્રેસના સાંસદના નિધનને પગલે કોંગ્રેસના નેતા-કાર્યકરોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.