ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું કોરોનાથી અવસાન
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું કોરોનાથી અવસાન થયુ છે. જાણકારી અનુસાર તેમને 22 એપ્રિલે જાણ થઈ હતી કે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ થયા હતા.
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી. સુરજેવાલાએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, નિશબ્દ! આજે એક એવા સાથી ગુમાવી દીધા જેમણે જાહેર જીવનનું પહેલું પગલું યુવા કૉંગ્રેસમાં મારી સાથે ભર્યું અને આજ સુધી એક સાથે ચાલ્યા પણ આજે…સાતવની સાદગી, બેબાક સ્મીત, જમીન સાથે જોડાણ, નેતૃત્વ અને પાર્ટી સાથે નિષ્ઠા અને દોસ્તી સદા યાદ આવશે. અલવિદા મારા દોસ્ત! જ્યાં રહો, ચમકતા રહો!!!
निशब्द !
आज एक ऐसा साथी खो दिया जिसने सार्वजनिक जीवन का पहला कदम युवा कांग्रेस में मेरे साथ रखा और आज तक साथ चले पर आज…
राजीव सातव की सादगी, बेबाक़ मुस्कराहट, ज़मीनी जुड़ाव, नेत्रत्व और पार्टी से निष्ठा और दोस्ती सदा याद आयेंगी।
अलविदा मेरे दोस्त !
जहाँ रहो, चमकते रहो !!! pic.twitter.com/5N94NggcHu
— Randeep Singh Surjewala (@rssurjewala) May 16, 2021
જો કે કોરોનાવાયરસના કહેરથી લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા સમયમાં રિવોઈ પરિવાર તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે અને ભગવાન તેમના પરિવારને સંકટને સહન કરવાની હિમ્મત આપે તેવી પ્રાર્થના.