Site icon Revoi.in

કોંગ્રેસનું હાલ I.N.D.I.A ગઠબંધન ઉપર ધ્યાન નથી, નીતિશ કુમારે વ્યક્ત કરી નારાજગી

Social Share

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ શરુઆત કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. આ ગઠબંધનનું નામ I.N.D.I.A રાખવામાં આવ્યું છે. જો કે, આ ગઠબંધનમાં બધુ બરાબર નહીં હોવાના રાજકીય પંડિતો દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન પટણામાં સીપીઆઈના એક કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે I.N.D.I.A મામલે હાલની કોંગ્રેસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

સીપીઆઈની રેલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર કોંગ્રેસને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પટનાની મિલર હાઈસ્કૂલમાં આયોજિત રેલીમાં નીતિશ કુમારે કહ્યું કે, કોંગ્રેસ I.N.D.I.A ગઠબંધન પર ધ્યાન નથી આપી રહી. કોંગ્રેસને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રસ છે. નીતીશ કુમારે કહ્યું કે પટના અને અન્ય સ્થળોએ બેઠકો યોજવામાં આવી હતી અને I.N.D.I.A ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યારે બહુ કામ થઈ રહ્યું નથી.

કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા નીતીશ કુમારે કહ્યું કે, “તેમને આઝાદી સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો બાપુને ભૂલી જવા માંગે છે. તેઓ બધુ નષ્ટ કરવા માંગે છે, તેથી અમે તમામ પક્ષો સાથે વાતચીત કરી છે, અને જેઓ ઈચ્છે છે જે લોકો દેશને બદલવા માગે છે તેમનાથી દેશને બચાવવો.”

નીતિશ કુમારે કહ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ અત્યારે આ બધી બાબતોથી ચિંતિત નથી. અત્યારે તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે એટલે જ્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થશે ત્યારે તેઓ પોતે જ બધાને બોલાવશે. અમે દેશને એક કરવા માટે વ્યસ્ત છીએ.

સીપીઆઈની ભાજપ હટાવો, દેશ બચાવોરેલીને સંબોધતા નીતિશ કુમારે કહ્યું કે ભાજપના લોકો હિંદુ અને મુસ્લિમો વચ્ચે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. આ લોકો અમુક લોકોને રોકી રાખે છે. અગાઉ ઘણી ઘટનાઓ બનતી હતી પરંતુ 2007થી અમે તેને કાબૂમાં લીધી છે. જાણી લો કે હિંદુ-મુસ્લિમ વચ્ચે કોઈ સમસ્યા નથી.

સ્ટેજ પરથી રેલીને સંબોધતા નીતીશ કુમારે કહ્યું, “મારો સીપીઆઈ સાથે જૂનો સંબંધ છે. જ્યારે અમે 1987માં ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા ત્યારે અમારા વિસ્તારના તમામ સીપીઆઈ અને સીપીએમના લોકોએ અમને મદદ કરી હતી, તેથી સંબંધ જૂનો છે. “તેથી અમે તે કરતા રહીશું. મુખ્ય ઉદ્દેશ્ય દરેકને એક કરવા અને એક નીતિને અનુસરવાનો છે. ભવિષ્ય માટે આ વધુ મહત્વપૂર્ણ છે.”