દિલ્હી – વિધાન સભ્યની ચુંટણી તાજેતરમાં 5 રહીઓમાં યોજાઇ હતી માંડ માંડ કોંગ્રેશ ને ઍક રાજ્યમાં જીત મળી હતી ત્યારે હવે કોંગ્રેસ પોતાનો સ્થાપન દિવસ માનવવાની તૈયારીમાં જોતરે છે .
પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ 28મી ડિસેમ્બરે નાગપુરમાં તેના 139મા સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવા જઈ રહી છે. આ અવસર પર પાર્ટી નાગપુરમાં એક મોટી રેલીનું પણ આયોજન કરશે, જેમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે.
આ સાથેજ જણાવવામાં આવ્યું કે આ રેલી દ્વારા કોંગ્રેસ લોકસભા ચૂંટણી-2024 માટે પણ ચુંટણી નું બીગુલ ફૂંકશે . કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે સ્થાપના દિવસ પર યોજાનારી રેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ભાગ લેશે.
આ સહિત આ કાર્યક્રમમાં 10 લાખથી વધુ લોકો ભાગ લેશે. ‘કેન્દ્રમાં ભાજપના શાસનમાં બે વખત સંસદ પર હુમલા થયા’ આ દરમિયાન વેણુગોપાલે બુધવારે સંસદની સુરક્ષા ક્ષતિ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે સંસદ પર બે વખત હુમલો થયો છે. આ બંને હુમલા ત્યારે થયા જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી
ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ બપોરે 12 વાગ્યે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ, બોમ્બેમાં કરવામાં આવી હતી. પ્રથમ સત્રમાં કુલ 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.ડિસેમ્બર 1920માં નાગપુર સત્ર કોંગ્રેસના ઈતિહાસનું સૌથી મોટું સત્ર હતું, જેમાં 14582 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જ્યારે ભારત સ્વતંત્ર થયું (15 ઓગસ્ટ, 1947ના રોજ), કોંગ્રેસના અધ્યક્ષ આચાર્ય જે.બી. કૃપાલાની હતા.