મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં રાખીને વિશેષ આમંત્રણ મળ્યું હોય તો રામ મંદિરના અભિષેક મહોત્સવમાં સામેલ થવું જોઈએ.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ સામેલ છે અને વિપક્ષી દળોના સંગઠનમાં પણ સામેલ છે. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, જો કોંગ્રેસને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કોઈ વિશેષ આમંત્રણ મળ્યું છે તો કોંગ્રેસના નેતાઓ ચોક્કસ મહોત્સવમાં ઉપસ્થિત રહેવું જોઈએ. તેમાં કોઈ ખોટુ કંઈ નથી. કોંગ્રેસની આત્મ હિન્દુ છે તેમાં છુપાવવાનું કંઈ નથી. કોંગ્રેસે ક્યારેય અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નથી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદ ધરાશાયી કરાઈ ત્યારે પીએમ નરસિમ્હા રાવ વડાપ્રધાન હતા. જો કોંગ્રેસના વડાપ્રધાન હોય તો બાબરી મસ્જિદ ધરાશાયી ના થતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આ મહોત્સવમાં તેઓ ઉપસ્થિત રહેશે કે તેમ તે જાહેર કરવામાં આવ્યું નથી.