Site icon Revoi.in

વાવાઝોડાના સંકટથી લોકોને બચાવવા દ્વારકાધિશને પ્રાથના કરીને કોંગ્રેસે કર્યો યજ્ઞ

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ પર તોળાઇ રહેલા વાવાઝોડાની સંકટને પગલે સરકારી તંત્ર આગોતરા પગલાં માટે ખડે પગે ઉભુ છે, બીજી બાજુ કોંગ્રેસે પણ વાવાઝોડાના સંકટથી લોકોને બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે રાજકોટમાં ભગવાન દ્વારકાધીશને પ્રાથના કરીને  યજ્ઞ પણ કર્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડી.પી મકવાણા, ગોપાલભાઈ ઉનડકટ, હિતેશભાઈ ત્રિવેદી, રણજીત મુંધવા, દિપ્તીબેન સોલંકી આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય અજુરીયાની હાજરીમાં રાજકોટ ખાતે આવેલા રામ રામેશ્વર મંદિર ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.  કોંગ્રેસ દ્વારા ભગવાન શ્રીરામ ભગવાન શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી ભોળાનાથ ભગવાન શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ યજ્ઞ કરી અને સંકટ હરણ બનવા માટે ગુજરાત પર આવેલા સંકટને દૂર કરવા  માટે દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી.  જ્યારે ગુજરાતના દરિયા પર આવા સંકટ આવ્યા છે ત્યારે ભગવાન દ્વારકાધિશએ આવા વાવાઝોડાને  દરિયામાં સમાવી લીધા છે ત્યારે ભૂતકાળમાં કરિશ્મા વાવાઝોડું હોય તોકતે વાવાઝોડું હોય, કેટરીના વાવાઝોડું હોય, દરેક વાવાઝોડાને ભગવાન દ્વારકાધિશએ પોતાના ચરણોની અંદર દબાવી દીધા હોય ત્યારે ફરી આ વાવાઝોડાનું જ્યારે સંકટ હોય ત્યારે ભગવાન દ્વારકાધિશને બે ધજા ચડાવીને સંકટ હરણ મોચન ભગવાન દ્વારકાધિશ ગુજરાતની અને ધરતીની માલજાન રક્ષા કરતા હોય ફરી આવેલા વાવાઝોડાને પોતાના દરિયામાં સમાવી લે એ હેતુથી કોંગ્રેસના આગેવાનો દ્વારા યજ્ઞ કરી ભગવાનના ચરણોમાં અરજી કરી હતી.

વાવાઝોડાની સંભાવનાના પગલે રાજકોટ શહેર કોંગે્રસ સમિતિ દ્વારા રાહત કામગીરી માટે વોર્ડવાઇઝ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. વાવાઝોડા સમયે અસરગ્રસ્તોને મદદ પુરી પાડવા તમામ વોર્ડ દીઠ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.