કેજરીવાલની પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસની મોટી ભૂમિકા, જાણો ઈન્ડિયા ગઠબંધનના ક્યાં નેતાએ લગાવ્યો છે આરોપ?
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ઈન્ડિયા એલાયન્સમાં તકરાર વધતી દેખાય રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને અયોગ્ય ગણાવ્યું છે. ડાબેરી નેતાએ તેની સાથે આરોપ પણ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે.
પી. વિજયને કહ્યુ છે કે રાહુલ ગાંધીને સીપીઆઈના ઉમેદવાર એની રાજા વિરુદ્ધ ઉતારવા કોંગ્રેસનો અયોગ્ય નિર્ણય છે. તેમણે કહ્યુ છે કે શું રાહુલ ગાંધી કહી શકે છે કે તેઓ અહીં એનડીએની વિરુદ્ધ લડવા માટે આવ્યા છે, કે તેઓ અહીં એલડીએફની વિરુદ્ધ લડવા આવ્યા છે, જે મોટી રાજકીય શક્તિ છે.
તેમણે સવાલ કર્યો છે કે ઈન્ડિયા બ્લોકમાં સામેલ એલડીએફની વિરુદ્ધ ચૂંટણી લડવા પર શું સ્પષ્ટતા આપી શકે છે અને તે પણ એની રાજા વિરુદ્ધ, જે રાષ્ટ્રીય સ્તરના નેતા છે. તેમણે રાહુલ ગાંધી પર ડબલ સ્ટાન્ડર્ડને પણ આરોપ લગાવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પી. વિજયને સવાલ કર્યો છે કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સીએએના મુદ્દા પર ચુપ કેમ રહ્યા.
આ દરમિયાન પી. વિજયને કેન્દ્રીય એજન્સીઓના મુદ્દા પર પણ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યુ છે કે બિનકોંગ્રેસી વિપક્ષી નેતાઓને જ્યારે કેન્દ્રીય એજન્સીઓ નિશાન બનાવે છે, ત્યારે કોંગ્રેસ કંઈ કહેતી નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેમણે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની શરાબ નીતિ સાથે જોડાયેલા મામલામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા નિભાવી છે, તેને કારણે ઈડીએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એરેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે કોંગ્રેસે ફરિયાદ કરી હતી શું કેજરીવાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી.