કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શ્વાન સાથે કરી બૂથ એજન્ટની તુલના, ભાજપે કહ્યુ- આમની અધોગતિ નિશ્ચિત થઈ
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારે નવી દિલ્હીમાં ન્યાય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. તે દરમિયાન તેમણે પોતાની પાર્ટીના બૂથ એજન્ટની તુલના કૂતરા સાથે કરી દીધી. ખડગેએ કહ્યુ છે કે અમેરા ત્યાં એક કહેવત છે. જ્યારે તમે બજારમાં જાવ છો અને તમારે કૂતરાં અથવા કોઈ જાનવર લાવવાનું હોય છે, તો તમે તેના સંદર્ભે પૂછપરછ કરતા હોય. જો ઈમાનદાર જાનવરને પણ લાવવાનું હોય તો કાન પકડીને ઉપર ઉઠાવો છો. તેના ઉપર ઉઠયા બાદ જો તે ભસે છે તો ઠીક છે. જો થોડોક અવાજ કરે છે, તો તે ઠીક હોતું નથી અને તેને કોઈ લાવતું નથી.
ખડગેએ કહ્યુ કે માટે તમે પણ સિલેક્શન કરતી વખતે જે ભસે છે, જે લડે છે, અને જે પોતાની સાથે રહે છે, તેને લઈ લો. તેને જ બૂથ લેવલ કમિટીના અધ્યક્ષ બનાવો. તેમણે કહ્યુ છે કે બૂથમાં એવા વ્યક્તિને બેસાડો જે સવારે સાત વાગ્યે જાય તો જ્યારે તાં પેટી બંધ હોય છે, તે સમયે તેને સાઈન કરીને બહાર આવવું જોઈએ. નહીં તો આવન-જાવન ઠીક નથી. આ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા. ખડગેએ કહ્યુ કે પીએમ મોદીએ સૌનો સત્યાનાશ કરી દીધો છે. રાહુલ ગાંધી દેશને બચાવવા માટે લડી રહ્યા છે. તેઓ ભાજપ સરકારમાં થઈ રહેલા અત્યાચારો સામે લડી રહ્યા છે.
મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે જો તમે આ લડાઈમાં હારી ગયા તો મોદીના ગુલામ બની જશો. પીએમ મોદી દેશના લોકોને ગુલામીમાં નાખી દેશે. કોંગ્રેસ અધ્યક્ષના શ્વાનવાળા નિવેદન પર ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપ આઈટી સેલના પ્રભારી અમિત માલવીયે એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે જે પાર્ટીના અધ્યક્ષ પોતાના સંગઠનની સૌથી મજબૂત અને મહત્વપૂર્ણ કડી બૂથ એજન્ટને શ્વાન ગણાવીને તેનો ટેસ્ટ લેવા ચાહે છે, તો તે પાર્ટીની દુર્ગતિ થવાની નિશ્ચિત જ છે. શર્મનાક.
કોંગ્રેસે એમ પણ કહ્યુ છે કે ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના મનરેગાને સમાપ્ત કરવામાં લાગેલી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે ભાજપે પારદર્શકતાને બહાનુંબનાવીને કોંગ્રેસ સરકારમાં શરૂ કરવામાં આવેલી આધાર તકનીકને ગરીબોની વિરુદ્ધ હથિયારમાં બદલી નાખી છે. જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરી છે કે મનરેગા 2004ની લોકસભા ચૂંટણી માટે અમારા ઘોષણાપત્રના મુખ્ય વાયદામાંથી એક હતો. અમે એક વર્ષની અંદર જ પોતાનો આ વાયદો પૂર્ણ કરીને 2005માં કાયદો પારીત કર્યો અને 2006ની શરૂઆતમાં તેને લાગુ કર્યો. આ યોજના ગ્રામીણ ભારત માટે પરિવર્તનકારી સાબિત થઈ છે.