- કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘીને થયો કોરોના
- બેઠકમાં સામેલ થયેલા લોકોને રિપોર્ટ કરાવાની અપીલ કરી
- અનેક નેતાઓ અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ઘટવાને બદલે વધતા જોવા મળ્યા છે,વિતેલા દિવસની સરખામણીમાં આજે 35 ટકા કેસ વધુ આવ્યા છે,છેલ્લા 24 કલાકમાં 3 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે ત્યારે કોંગ્રેસની પ્રમુખ એવા સોનિયા ગાંઘીને પણ કોરોના થયો હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘી કોરોના પોઝિટિવ ણળ્યા છે, આ સાથે જ બેઠકમાં સામેલ થયેલા કેચલાક નેતાઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.એક મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે,જાણકારી પ્રમાણે સુરજેવાલાએ આ સમાચાર આપ્યા છે.
તેમણે મીડિયાને જણાવ્યું છે કે સોનિયાજીને પહેલા થોડો તાવ આવ્યો હતો વિતેલી સાંજે તેમની જબિતય નાઝુક હતી ત્યાર બાદ તેમનો રિપોર્ટ કઢાવામાં આવ્યો જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાની બાબાત સામે આવી હતી.છેલ્લા ઘણા સમયથી અનેક નેતાઓ બેઠક દરમિયાન સોનિયા ગાંઘીના સંપર્કમાં આવ્યા હોવાથી કેટલાક નેતાઓ અને અધિકારીઓ પોઝિટિવ હોવાની વિગત પણ મળી છે.
આ બાબાતે સુરજેવાલાએ આપેલી માહિતી પ્રમાણે હાલસોનિયા ગાંધીએ પોતાની જાતને ક્વોરોન્ટાઈન કરી દીધા છે,તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ નેતાઓને તપાસ કરવા અપીલ કરી છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે 8 જૂને સોનિયા ગાંધી પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવાના છે. તો એ પહેલા જ તેઓ કોરોના પોઝિટિવ પણ મળી આવ્યા છે,વિતેલા દિવસે સોનિયા ગાંધી અને તેમના પુત્ર સામે ઈડીએ સમન્સ પાઠવ્યું હતું