Site icon Revoi.in

કોંગ્રેસના અધ્યક્ષની તબિયત લથડી, પીએમ મોદીએ ફોન ઉપર ખબર અંતર પૂછ્યાં

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક રેલી દરમિયાન જ્યારે તેઓ બીમાર પડ્યા ત્યારે કહ્યું હતું કે તેઓ મોદીને સત્તા પરથી હટાવતા પહેલા મૃત્યુ પામશે નહીં. જોકે આ પછી પીએમ મોદીએ તેમને ફોન કરીને તેમની ખબર પૂછી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષને રેલી દરમિયાન ચક્કર આવવાથી તબીબી સારવાર આપવામાં આવી હતી.

સારવાર બાદ ખડગેની હાલત હવે સુધારો આવ્યો છે
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેની તબિયત લથડી હતી. તબીબી સહાય મેળવ્યા બાદ રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવતા પહેલા તેઓનું મૃત્યુ થશે નહીં. જોકે ત્યારબાદ પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને ફોન કરી, તેમના સ્વાસ્થ્યને લઈ વાતચીત કરી હતી. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે સારવાર બાદ ખડગેની હાલત હવે સુધારો આવ્યો છે.

અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જસરોટા, કઠુઆ, જમ્મુ-કાશ્મીરમાં જાહેર રેલીમાં બોલતી વખતે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતાં. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષએ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી પ્રચારના ત્રીજા રાઉન્ડના છેલ્લા દિવસે ભાષણ પહેલા તેમની તબિયત લથડી હતી. જોકે તેમને મંચ પર ચક્કર આવવા લાગ્યા હતાં. ત્યારે તેમને તુરંત સારવાર આપવામાં આવી હતી. તેમની તબિયત બગડ્યા બાદ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું, હું એટલું જલ્દી મૃત્યુ પામવાનો નથી. જ્યાં સુધી પ્રધાનમંત્રી મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ.