સુરતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો
સુરતઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જાહેર કરેલા આદેશ અનુસાર પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ૧૧-૬-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પેટ્રોલ પંપ પાસે ચોપાટીની બાજુમાં અઠવાલાઈન્સ સુરત ખાતે રાખેલ હતો. જેમાં સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નૈષધભાઈ દેસાઈ સહિત આશરે ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા આમ જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ડીઝલ-પેટ્રોલનો બાવ વધારો રોકવા તથા ટેક્સમાં ઘટાડો કરવા કેેન્દ્ર સરકાર પર દબાણ લાવવાના પ્રયાસ રૂપે આજે સમગ્ર દેશમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું. આજ પ્રમાણે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અઠવા ચોપાટી પાસેના પેટ્રોલ પંપ સામે પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરવા પૂર્વે જ પોલીસે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરોની અટકાયત કરી ઉમરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.