અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસે કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાયની માંગ સાથે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ વેક્સિન અંગે પણ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું છે. બાદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અઘ્યક્ષ નીમાબેન આચાર્યની ચેમ્બરમાં ગયા હતાં. ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો, જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાધવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. ગૃહમાં વિરોધ પ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યોનું સસ્પેન્સન રદ કર્યું હતું.
ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્રના આજે છેલ્લા દિવસે વિપક્ષ કોંગ્રેસે સરકારને ભીસમાં લેવા પુરી તાકાત લગાવી દીધી હતી. કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય આપવાની માગણી સાથે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળાને પગલે ગૃહને 15 મિનીટ બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ ગૃહની કાર્યવાહી શરૂ થતાં ફરી કોંગ્રેસે પોતાની માગણી દોહરાવીને ચાર સભ્યો વેલમાં ધસી ગયા હતા. દરમિયાન વેલમાં ધસી ગયેલા સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ ચારેય સભ્યોનું સસ્પેન્શન રદ કર્યું હતું.
કોંગી ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રેમડેસિવર ઈન્જેક્શનના ગેરકાયદેસર જથ્થા ના કેસો સામે આવ્યા, અમદાવાદમાં 56 વ્યક્તિઓ અને વડોદરામાં 15 વ્યક્તિઓ પાસે ગેરકાયદેસર જથ્થો પકડાયો, 54 ઈસમો સામે કોર્ટમાં કેસ દાખલ થયા જ્યારે 17 ઈસમો સામે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે.સરકારે રસીકરણ અંગે જવાબ આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાની કુલ 34610064 લોકોને રસી આપવામાં આવી. જેમાં 4487654 કોવિશિલ્ડ 229035 કોવેકસીન ના અને 7933 સ્પુતનિકની રસી આપવામાં આવી. જ્યારે અમદાવાદ જિલ્લા માં કુલ 1195218 કોવોશિંલ્ડ , 95951 કોવેક્સિનની રસી આપવામાં આવી.
રસીકરણ મુદ્દે બગાડનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. જાન્યુઆરી 2021 થી જુલાઈ 2021 દરમિયાન કેન્દ્ર સરકારે 3.19 કરોડ ડોઝ રાજ્યને આપ્યા. રાજ્ય સરકારે જુલાઈ મહિના સુધીમાં 3.32 કરોડ નાગરિકોને રસી આપી. રસીનો વાયલ ખોલ્યા બાદ ચાર કલાક સુધીમાં વપરાશ કરવાનો હોય છે, સમય વીતી જતા ડોઝ નો બગાડ થતો હોવાનું સરકારનું કારણ કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશના સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. રાજ્યમાં બિન અનામત આયોગ દ્વારા છેલ્લા બે વર્ષે માં 174.01 લાખની ગ્રાંટ ફળવામાં આવી.જેની સામે છેલ્લા બે વર્ષે માં 126.05 રૂપિયાની ગ્રાંટ વાપરવામાં આવી. 47.96 લાખની ગ્રાંટ વણવપરાયેલ રહી છે. વિધાનસભા ગૃહમાં સરકાર નો લેખિત જવાબ વહીવટી કારણોસર ગ્રાંટ વણવપરાયેલ રહેલ છે.