1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી
કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

0
Social Share

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને સમગ્ર દેશમાં ધર્મ આધારિત આરક્ષણ માટે દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, તેનું કર્ણાટક આરક્ષણ મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. કર્ણાટકમાં કોંગ્રેસે OBC સમુદાયને આપવામાં આવેલા 27 ટકા ક્વોટાને છીનવી લેવાની મોટી રમત રમી છે. તેમાંથી મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાની ચાલાકીભરી ચાલ કરી છે.

વડાપ્રધાને કહ્યું કે, ઓબીસી સમુદાયની આંખમાં ધૂળ નાખીને પડદા પાછળની રમત રમાઈ છે. આજે તેમનું ધ્યાન ઓબીસીના અધિકારો પર છે. હું તમને ચેતવણી આપવા માંગુ છું કે, આવતીકાલે કોંગ્રેસ અને આરજેડી પણ એસસી અને એસટીના અધિકારો છીનવી લેવાનું પાપ કરશે. આ બંને પક્ષો તુષ્ટિકરણની ગર્તામાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે તેમને બંધારણની ભાવનાથી કોઈ ફરક પડતો નથી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદન પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમએ કહ્યું કે, કોંગ્રેસે કહ્યું છે કે તમારી સંપત્તિની તપાસ કરવામાં આવશે. તમારી પાસે જે પણ મિલકત છે, તે તેને છીનવીને કેટલાક ખાસ લોકોને આપવા માંગે છે.

લાલુ યાદવનું સમગ્ર રાજકારણ પછાત લોકો પર આધારિત છે. તેઓ હંમેશા આરોપ લગાવતા રહે છે કે ભાજપ અને આરએસએસ પછાત વર્ગના આરક્ષણને ખતમ કરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આવા જ આક્ષેપો કરતા રહે છે. જો કે, હવે પીએમ મોદીએ લાલુ-રાહુલને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેર્યા છે અને તેમના કથન અને કાર્યો વચ્ચેનો તફાવત લોકો સમક્ષ રજૂ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code