નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સખત અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી બુધવારે રાજ્યસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા.
કોંગ્રેસ પર પ્રહાર કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ એમ દેશને વિભાજિત કરવા માટેનો આરોપ મૂક્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના વિચારો જૂના થઈ ગયા છે. તેમણે વિપક્ષી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે તેના નેતાઓ અને નીતિઓની બાંહેધરી નથી પરંતુ તે તેમની સરકારની બાંહેધરી પર સવાલ ઉઠાવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીની આગામી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ 40 બેઠકોનો આંકડો પાર નહીં કરે તેવી ટિપ્પણીના સ્પષ્ટ સંદર્ભમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ પ્રાર્થના કરે છે કે કોંગ્રેસ 40 બેઠકો મેળવી શકે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સત્તા માટે લોકશાહીને ઢાંકી દીધી હતી અને તેમણે ભૂતકાળમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતી, પરંતુ હવે તેઓ લોકશાહી અને સંઘવાદનો ઉપદેશ આપી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. યુપીએ શાસન દરમિયાન દેશની આર્થિક સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, યુપીએ શાસન દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા પાંચ નાજુક તબક્કામાં હતી અને નીતિ લકવો એ સરકારનું પાત્ર હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સંસ્થાનવાદી માનસિકતાથી પ્રભાવિત છે પરંતુ તેમની સરકારે સંસ્થાનવાદી શાસનના ચિહ્નો અને પ્રતીકોને નાબૂદ કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના એસસી-એસટી અને ઓબીસીને સાત દાયકાથી તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે.