ગુજરાતને ડ્રગ્સના દુષણથી મુક્ત કરવા કોંગ્રસે છેડયો જંગ, ભ્રષ્ટ તંત્ર સામે પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર
અમદાવાદઃ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ભ્રષ્ટ તંત્રને લીધે ગુજરાત ડ્રગ્સ હેરાફેરીનું હબ બનતુ જાય છે. ત્યારે ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે કડક પગલાં લેવા માટે માગણી સાથે કોંગ્રસે દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. અને રાજ્યપાલને માકલવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું,
ડ્રગ્સ મુદે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદના સાબરમતી આશ્રમ બહાર બત્રીસી હોલ પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા હતા. એક સમય માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તો રોકી વિરોધ નોંધાવતા પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. જોકે કોંગ્રેસ નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકીરીઓની મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.
ડ્રગ્સ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી પાસે બત્રીશી ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ધરણા પ્રદર્શન દરમિયાન રસ્તો બંધ કરવાનો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ પ્રયાસ કરતા પોલીસે અટકાવ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ વચ્ચે પડીને કાર્યકરોને પાછા વાળ્યા હતા.
શહેરના બત્રીશી હોલ પાસે ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓ ઉગ્ર રીતે વિરોધ કર્યો હતો અને રોડ રસ્તા બંધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે કાર્યકરોને રોક્યા હતા. અને પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. જેથી કાર્યકરો ગુસ્સે થયા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કાર્યકરોએ પોલીસ વિરોધ પણ નારા લગાવ્યા હતા. જોકે કોંગ્રેસના સિનિયર નેતાઓએ યુવા કાર્યકરોને સમાજવીને પરત લઇ ગયા હતા. NSUIના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ડ્રગ્સ મામલે જ વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસ ડ્રગ્સ માફિયાઓને પકડવાની જગ્યાએ ડ્રગ્સનો વિરોધ કરનારાને અટકાવી રહી હતી. પોલીસ સરકારનો હાથો બનીને કામ કરી રહી છે, આગામી દિવસમાં અમે અલગ અલગ વિસ્તારમાં જનતા રેડ કરીને પોલીસની કામગીરીને પણ ખુલ્લી પાડીશું.
આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા દંડક સી.જે. ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર પ્રમુખ નીરવ બક્ષી, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા એન.એસ.યુ.આઈ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ હેતાબેન પરીખ સહિત કોર્પોરેટરો, આગેવાનો – કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.