Site icon Revoi.in

કથિત કોલસા કૌભાંડમાં ઈડીના દરોડા અંગે કોંગ્રેસે કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ છત્તીગસઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કોંગ્રેસના 85માં અધિવેશન પહેલા ઈડીની કાર્યવાહી રાજકીય ગણાવી હતી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, વર્ષ 2004થી 2014 સુધીમાં યુપીએ સરકારમાં ઈડીએ 112 વાર દરોડા પાડ્યાં હતા. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારમાં 3010 વખત દરોડા પાડવામાં આવ્યાં છે. લગભગ 95 ટકા દરોડા વિપક્ષના નેતાઓ ઉપર દરોડા પડાયાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, નેશનલ હેરાલ્ડ મામલે રાહુલ ગાંધી, સોનિયરા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરાઈ હતી. હવે અધિવેશન થવાનું છે તે પહેલા છત્તીસગઢમાં દરોડા પાડ્યાં છે. ઈડીનો અર્થ ઈલીમિનેટિંગ ડેમોક્રેસી થયો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પરિભાષાઓ અને પરંપરાઓ બદલી લેવામાં આવી છે.

2014 પછી વિપક્ષી પાર્ટીઓ પર EDના દરોડાના આંકડા આપતા કોંગ્રેસના નેતા કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે, કોંગ્રેસ પર 24, TMC પર 19, NCP પર 11, શિવસેના પર 8, DMK પર 6, RJD પર 5, BSP પર 5, 5. PDP પર 5, INLD 3, YSRCP 2, CPM 2, નેશનલ કોન્ફરન્સ 2, PDP 2, AIADMK 1, MNS 1 અને SBSP 1 વખત દરોડા પાડ્યાં હતા.

પવન ખેડાએ કહ્યું કે અમારી શાલીનતાને અમારી નબળાઈ ન સમજો, તે આપણું રત્ન છે. તેમણે કહ્યું કે અમે પણ જ્યારે સત્તામાં આવીશું ત્યારે ઘણું બધું બતાવી શકીશું. કોંગ્રેસના નેતાએ ઈડીની કાર્યવાહીને રાજકીય ગણાવી હતી.