મધ્યપ્રદેશમાં હારનું કોંગ્રેસે મનોમંથન શરુ કર્યું,164 હારેલા ઉમેદવારોને પૂછવામાં આવશે કારણ
ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજ્ય થયો છે. જ્યારે ભાજપાની ભવ્ય જીત થઈ છે. ભાજપની જીત બાદ નવી સરકારની રચનાને લઈને કવાયત શરુ કરવામાં આવી છે. બીજી તરફ પરાજ્યને લઈને કોંગ્રેસ દ્વારા સમીક્ષા શરુ કરવામાં આવી છે તેમજ પરાજીત થયેલા ધારાસભ્યોને કમલનાથે ભોપાલ બોલાવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ મધ્યપ્રદેશમાં મળેલી હારની સમીક્ષામાં જોતરાઈ છે. પાર્ટી તરફથી આવતીકાલે મંગળવારે સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા બેઠક માટે કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે તમામ 230 ઉમેદવારોને બોલાવ્યાં છે. કલમનાથના નિવાસસ્થાને સવારે 11 કલાકે તમામ નેતાઓની બેઠક મલશે. આ બેઠકમાં કમલનાથની સાથે સુરજેવાલ પણ ઉપસ્થિત રહેશે અને વિજયી અને પરાજીત ઉમેદવારો સાથે ચર્ચા કરશે. પરાજીત 164 ઉમેદવારોને વન બાય વન કરીને હારનું કારણ પૂછવામાં આવશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. રવિવારે ચાર રાજ્યમાં મતગમતરી હાથ ધવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. જો કે, તેલંગાણામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયની સમગ્ર દેશમાં નેતાઓ અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. બીજી તરફ પરાજીત કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓને હારને લઈને મનોમથન શરુ કર્યું છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને પગલે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને મહત્વની માનવામાં આવી રહી હતી. હવે ભાજપાએ 3 રાજ્યોમાં સરકાર બનાવવા જ્યારે કોંગ્રેસે તેલંગાણામાં સરકાર બનાવવાની કવાયત શરુ કરી છે.