Site icon Revoi.in

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધમાં કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા

Social Share

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રસે પક્ષ વિરોધ પ્રવૃતિ કરનારા 33 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે 18 જેટલા જિલ્લા-તાલુકાના નેતાઓને રૂબરૂ બોલાવી તેમને સાંભળીને નિર્ણય લેવાશે. ઉપરાંત પક્ષના 6 હોદ્દેદારોના હોદ્દા પરત લેવામાં આવ્યા છે. 8 નેતાઓને નિષ્ક્રિય રહેવા બાબત ઠપકો આપવામાં આવ્યો છે તેમજ 4 અરજીઓ પેન્ડિંગ રખાઈ છે. કોંગ્રેસે જે 33 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે, જેમાં 2 જિલ્લાના પ્રમુખ અને એક પૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે. કોંગ્રેસે ભલે 17 સીટો જ જીતી હોય પણ પક્ષપલટુઓને બિલકુલ માફ કરવાના મૂડમાં નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા હારના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી બેઠકો પર પક્ષના નેતાઓની પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે હાર થઈ હોવાના રિપોર્ટ મળ્યા હતા. ત્યારબાદ પક્ષ વિરોધી કામ કરનારા નેતાઓ સામે કોંગ્રેસ કડક બની છે. આજે કોંગ્રેસે 33 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.  સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને  પણ કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. આમ કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા  ઉમેદવારના વિરોધમાં કામ કરનારા પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરાઈ છે. 5 સભ્યોની શિસ્ત સમિતિએ સાથે મળી નિર્ણય લીધો છે. 71 અરજીઓમાં 95 લોકો સામે ફરિયાદો મળી હતી.  વધારે દોષિતને સસ્પેન્ડ અને કેટલાક હોદ્દેદારના હોદ્દા પરત લેવાયા છે.  જેમાં કોંગ્રેસે મસમોટા નિર્ણયો લઈને 33 લોકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. 18 લોકોને રૂબરૂ મળી નિર્ણય લેવાશે. 6 હોદ્દેદારોના હોદ્દા પરત લેવામાં આવ્યા છે. 8 અરજીઓમાં ઠપકો આપવામાં આવ્યા છે જયારે 4 અરજીઓ પેન્ડિંગ રખાઈ છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ અને એક પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે ભલે 17 સીટો જ જીતી હોય પણ પક્ષપલટુઓને બિલકુલ માફ કરવાના મૂડમાં નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ જ નહીં ભાજપને પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા સામે ઢગલાબંધ ફરિયાદો મળી છે.  ભાજપે શિસ્ત સમિતી રચી પક્ષવિરોધીઓ પૂર્વ મંત્રીથી માંડીને પૂર્વ ધારાસભ્યોનું લિસ્ટ ઘણુ લાંબુ છે. હવે સવાલ એ છે કે ભાજપ કાર્યવાહી કરે છે કે કેમ? કારણ કે એક બે દિવસમાં શિસ્ત સમિતિ આ રિપોર્ટ પાર્ટીને સોંપી દેશે