નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસે પોતાના સમીકરણો પ્રમાણે આ આંકડો નક્કી કર્યો છે અને હવે વિપક્ષી દળોની સાથે બેઠકમાં તેને મૂકવામાં આવશે. જો આવું થાય છે, તો કોંગ્રેસ 390 બેઠકો પર ચૂંટણી લડશે.
કોંગ્રેસનો પ્લાન-
એવું માનવામાં આવે છે કે પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોંગ્રેસ પ્રત્યક્ષપણે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. કોંગ્રેસ 10 રાજ્યોમાં સીધી ને 9 રાજ્યોમાં ગઠબંધન સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે.
ક્યાં રાજ્યોમાં એકલી ચૂંટણી લડશે કોંગ્રેસ?
જો વાત કરવામાં આવે, તો કોંગ્રેસ એકલાહાથે જે રાજ્યોમાં ચૂંટણી લડે તેવી સંભાવના છે, તે રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, આસામ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઓડિશા જેવા રાજ્ય સામેલ છે.
વાત જો બાકીના રાજ્યોની કરવામાં આવે, તો દિલ્હી, બિહાર, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કાશ્મીર, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પાર્ટી ગઠબંધન સાથે પાર્ટી શેયરિંગ મુજબ, ચૂંટણી મેદાનમાં ઉતરશે. હવે સવાલ એ છે કે મહારાષ્ટ્રમાં પાર્ટી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને શરદ પવારની એનસીપી સાથે વાતચીને કેવી રીતે સરળ બનાવી શકે છે. શિવસેનાના નેતા સંજય રાઉતનું પણ નિવેદન ઘણું ચર્ચામાં છે.
સંજય રાઉતે કહ્યુ છે કે તેમની પાર્ટી 48માંથી 23 બેઠકો પર ચૂંટણી લડશે. આવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને બિહારમાં નીતિશ કુમાર તથા આરજેડી સાથે કોંગ્રેસને વાતચીતનો સારો મોકો શોધવો પડશે.