Site icon Revoi.in

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) અને બહુજન સમાજ પાર્ટી (BSP) અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું ગઠબંધન આ ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને વિપક્ષી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

સેલજાએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ સામાન્ય રીતે એવા રાજ્યોમાં મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરતી નથી જ્યાં તે વિપક્ષમાં છે. હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો માટે 1 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી થશે.

આ ચૂંટણીમાં AAP સાથે ગઠબંધનની સંભાવના વિશે પૂછવામાં આવતા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સેલજાએ કહ્યું, “અમે ભાગીદાર છીએ (ઈન્ડી ગઠબંધનમાં), પરંતુ તે નક્કી કરવામાં આવ્યું હતું કે (ગઠબંધન) રાજ્ય સ્તરે થશે.” અગાઉ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે, “હું માનું છું કે કોંગ્રેસ પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે.” હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આપ સાથે ગઠબંધનને લઈ કોઈ ચર્ચા નથી.

– #CongressInHaryana
– #KumariSelja
– #ElectionStrategy
– #OwnStrength
– #HaryanaElections
– #CongressParty
– #HaryanaPolitics
– #ElectionNews
– #PoliticalStrategy
– #CongressFightBack
– #HaryanaCongress

– #PoliticsNews
– #ElectionUpdate
– #INCIndia
– #CongressPresident
– #HaryanaNews
– #PoliticalParties
– #ElectionCampaign
– #IndianPolitics
– #CongressLeadership