Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં વડોદરાના હરણી બોટકાંડ, મોંઘવારી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. 29 દિવસના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ લોક પ્રશ્નો ઉઠાવવામાં આવશે. તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે. તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં બોટ જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા હરણી તળાવ બોટકાંડને મુદ્દો ઉઠાવાશે. આ ઉપરાંત મોંઘવારી અને બેરોજગારી મામલે વિધાન સભામાં સરકારને ઘેરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુકે, 156 સાથે જીતેલી આ સરકાર સારૂ બજેટ આપે તેવી અપેક્ષા છે.  યુવનો બેરોજગાર છે, ભ્રષ્ટાચાર છે તે બાબતે ચર્ચા થાય તે જરૂરી છે. પ્રજાના ચૂંટયાલા પ્રતિનિધિઓને ચર્ચા માટે પુરતો સમય મળે તેવી પણ અપેક્ષા છે. કોંગ્રેસ મજબુતાઈથી લોકોના પ્રશ્નો સત્રમા ઉઠાવશે. રાજસ્થાનમાં 450 રૂપિયામાં  ગેસનો બાટલો આપવામાં આવી રહ્યો છે. પણ ગુજરાતના લોકોને કેમ લાભ અપાતો નથી.  ગુજરાતમાં દારૂ – ડ્રગ્સથી યુવા ધન બરબાદ થયુ છે તે બાબતે પણ પ્રશ્ન ઉઠાવીશુ. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતુ  કે, યુવાઓને રોજગારી મળે, ખેડૂતોને પાક વીમો મળે, તેમની મુશ્કેલીઓ દૂર થાય, માછીમરોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરીશું. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ  કે, વડોદરાનો બોટકાંડ, તોડકાંડ મામલે વિધાનસભામાં અવાજ ઊઠાવીશું. દેશમાં સરકારની એજન્સીઓ સરકારનો હાથો બની રહી છે તે મામલે પણ અવાજ ઉઠાવશે.

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો તૈયારી સાથે આવ્યા છે. ભાજપની નીતિ સામે લડાઈ છે. ગુજરાતમાં નકલી કાંડ ચાલી રહ્યો છે ત્યારે નકલી સામે અસલીની લડાઈ છે. દિવસેને દિવસે કાયદાની સ્થિતી બગડી રહી છે. ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો અમારો વિરોધ છે. ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો ઉઠાવીશું. રાજસ્થાનમાં સસ્તો ગેસનો બાટલો મળે તો ગુજરાતમાં કેમ નહી, ગુજરાતના લોકોએ પણ મત આપ્યા છે. અમે 15 છીએ પણ 156થી પણ વધુ મજબૂત છીએ.