સુરતઃ લોકસભાની સુરત બેઠક પર ભાજપે રણનીતિ મુજબ બીન હરિફ જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. કહેવાય છે. કે, નિલેશ કુંભાણીએ, કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. ત્યારે હવે કુંભાણી સંપર્ક વિહોણા બનતાં કોંગ્રેસમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મંગળવારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં. નિલેશ કુંભાણીના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરની બહાર તાળું મારેલું જોવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં જ દોડી આવી હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. દરમિયાન નિલેશ કૂંભાણી ભાજપમાં જાડાઈ રહ્યાની અટકળો શરૂ થઈ છે.
સુરત લોકસભાની ચૂંટણીમાં સુરતની બેઠક ભાજપએ પ્રિ-પ્લાન મુજબ બિન હરિફ મેળવી લીધી છે. અને કોંગ્રેસના ઉમેદવારનું તેના જ ટેકેદારોને લીધે ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યકરોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારે કેટલાક કાર્યકરો કુંભાણીના ઘરે જઈને જનતાના ગદ્દારના બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
સમગ્ર કિસ્સા માટે કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. કુંભાણીના કારણે સુરતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. જેને કારણે ઘણા કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મંગળવારે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના નિવાસ્થાને પહોંચ્યા હતા. કાર્યકરોએ ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ તેવા બેનર લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધ કરનાર કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા હતા. ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઈ શકે છે. આ અઠવાડિયાના અંત સુધીમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.