Site icon Revoi.in

ગોવા:પંજીમથી વાસ્કો વચ્ચેની કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપશે:પીએમ મોદી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોટરવેઝ-68ના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી છે જેણે ગોવાના પંજિમથી વાસ્કો વચ્ચેનું અંતર 9 કિમી જેટલું ઘટાડી દીધું છે અને આ યાત્રા હવે માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે.અગાઉ પંજીમથી વાસ્કોનું અંતર અંદાજે 32 કિલોમીટર હતું અને મુસાફરીનો સમય આશરે 45 મિનિટનો હતો.

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પર્યટન રાજ્ય મંત્રી શ્રીપદ વાય. નાઈકના ટ્વીટ થ્રેડના જવાબમાં,નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગોવાના પંજિમથી વાસ્કો વચ્ચેની આ કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

વડાપ્રધાનએ ટ્વીટ કર્યું;

“પંજિમથી વાસ્કો સુધીની આ કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને વેગ આપશે.”