- કોરોનાની ચોથી લહેરને લઈને અનુમાન
- જાણકારોએ નક્કી કર્યો આ સમય
- કહ્યું આ સમયે આવશે ચોથી લહેર
દિલ્હી :દેશમાં ત્રીજી લહેર અત્યારે શાંત થઈ રહી છે, દેશમાં હવે સામાન્ય સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે લોકોને આ બાબતે રાહત છે, પણ હાલમાં જ જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે જેમાં જણાવવવામાં આવ્યું કે દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર જૂનમાં આવી શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ શરૂ થઈ શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી યથાવત રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા, કોરોના વાયરસના નવા વેરિયન્ટ સામે આવવા પર નિર્ભર કરશે.
આઈઆઈટી કાનપુરના સંશોધકોએ કહ્યું કે, કોવિડ-19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ આંકડાકીય ભવિષ્યવાણી 24 ફેબ્રુઆરીએ પ્રીન્ટિંગ સર્વર MedRxiv પર પબ્લિશ થઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ચોથી કહેરનો કર્વ 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પીક પર પહોંચી જશે. ત્યારબાદ તેમાં કમી આવવાનું શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં 170 કરોડ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યો છે. દેશમાં વેક્સિનના કારણે કોરોનાની ત્રીજી લહેરમાં એટલું જોખમ સર્જાયું ન હતું. લોકોને કોરોનાથી રાહત પણ રહી હતી તેવી સ્થિતિ તો બિલકુલ નહોતી સર્જાઈ જે બીજી લહેર દરમિયાન જોવા મળી હતી. લોકોએ હજૂ પણ તે સમજવું જોઈએ કે કોરોના હજુ ગયો નથી બેદરકારી પણ દાખવવી જોઈએ નહી.