અમદાવાદઃ લગ્નની લાલચે બન્નેની સહમતીથી બંધાયેલા શારીરિક સંબધો એ બળાત્કારનો ગુનો બનતો નથી.પુખ્તવયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ ના કહેવાય તેવો ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.
આ કેસની વિગત એવી છે. કે, અમદાવાદમાં રહેતા જુદા જુદા રાજ્યના સ્ત્રી પુરૂષ વચ્ચે સંબંધ બંધાયા બાદ સ્ત્રીએ આરોપીએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સમયે બંને પાત્ર પુખ્ત વયના હોવાથી કમલ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવું ગુજરાત હાઇકોર્ટે અવલોકન કર્યું છે. પુખ્તવયની વ્યક્તિને લગ્નના વચન આપ્યા બાદ શારીરિક સંબંધ બંધાય અને લગ્ન ન થયા તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય. કોર્ટ ફરિયાદીને કહ્યું હતું કે, તમે પુખ્તવયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો.
ગુજરાત હાઈકોર્ટે તેના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે જો સહમતિથી શારીરિક સંબંધ હોય તો તેને બળાત્કાર ન કહી શકાય. પ્રલોભન દ્વારા બળાત્કારનો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે ગુજરાત હાઈકોર્ટે લગ્ન અને અન્ય પ્રકારના સંબંધોના સંદર્ભમાં આ ટિપ્પણી કરી હતી. અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. મહિલાએ લગ્નના બહાને યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે જો કોઈ પણ પક્ષ લગ્નના વચનને અનુસરીને પુખ્ત વયની સ્ત્રી અને પુરુષ વચ્ચે સહમતિથી સેક્સ કર્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરે તો કલમ 376 હેઠળ બળાત્કારની ફરિયાદ દાખલ કરી શકાતી નથી.
આ કેસમાં પ્રથમવાર પ્રેમમાં શારીરિક સંબંધ બંધાયા બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારબાદ સમાધાન થતા ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમમાં રહ્યા બાદ મહિલાએ ફરી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી હતી.