- મેડિકલનો અભ્યાસ બે ભાષામાં કરવા પર વિચાર
- વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષા પસંદ કરવાનો ઓપ્શન મળશે
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મેડિકલનો અભ્યાસ અન્ય ભાષામાં કરવા પર વિચાર મંથન થઈ રહ્યું છે.પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યા બાદ હવે અંગ્રેજીની સાથે પ્રાદેશિક ભાષાઓમાં મેડિકલ અભ્યાસ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નેશનલ મેડિકલ કમિશનની તાજેતરની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં તૈયાર કરાયેલ ચર્ચાનો ડ્રાફ્ટ વિવિધ પક્ષોના મંતવ્યો જાણવા માટે જારી કરાયો છે.
એનએમસીની રચના પહેલા MCI અસ્તિત્વમાં હતી ત્યારે તેણે અટલ બિહારી વાજપેયી યુનિવર્સિટીના હિન્દીમાં મેડિકલ કોર્સ શરૂ કરવાના પ્રસ્તાવને ફગાવ્યો હતો જો કે હવે આ મુદ્દે કવાયત નવી રીતે શરૂ થતી જોવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે આ ડ્રાફ્ટ ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં મેડિકલ એજ્યુકેશનને બે ભાષાઓમાં શરૂ કરવાનો નવો પ્રસ્તાવ આવ્યો છે. એટલે કે તબીબી શિક્ષણ અંગ્રેજીની સાથે સ્થાનિક ભાષામાં શરૂ થવું જોઈએ. દેશના જુદા જુદા રાજ્યો પ્રમાણે તેની ભાષા અલગ હોી શકે છે.ઉદાહરણ તરીકે, ઓડિશામાં અંગ્રેજી સાથે ઓડિયા, ઉત્તર પ્રદેશમાં અંગ્રેજી સાથે હિન્દી અને તમિલનાડુમાં અંગ્રેજી સાથે તમિલ ભાષા હોઈ શકે છે.
જો આ નિર્ણય લેવાય જાય છે તો વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ તબીબી શિક્ષણનો અભ્યાસ કરવામાં સરળતા રહેશે, કારણ કે એવું જોવામાં આવ્યું છે કે ગ્રામીણ વાતાવરણમાંથી આવતા વિદ્યાર્થીઓને પ્રારંભિક તબક્કામાં સંપૂર્ણ રીતે અંગ્રેજીમાં તબીબી શિક્ષણ મેળવવું મુશ્કેલ બને છે. તો આ નિર્ણયથી તેમનો અભ્યાસ સરળ બની જશે.
માહિતી પ્રમાણે NMC બે ભાષાઓમાં તબીબી અભ્યાસ શરૂ કરવાની દરખાસ્ત સાથે આગળ વધવામાં સક્ષમ છે કે કેમ તે પ્રતિસાદ પર ઘણો આધાર રાખે છે. જોકે, આ પ્રસ્તાવનો બહુ વિરોધ થવાની શક્યતા નથી, કારણ કે તેમાં અંગ્રેજી મુખ્ય ભાષા પણ હશે જ