Site icon Revoi.in

કરવા ચોથનું વ્રત રાખતા હોવ તો આટલી બાબતોનું ખાસ રાખજો ધ્યાન

Social Share

મોટાભાગની પરણીત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવાચોથનું વ્રત રાખતી હોય છે,જેમાં મહિલાઓ પોતાના પતિ માટે વ્રત રાખે છે. તે સાંજે પૂજા કરે છે અને ચંદ્રને જોઈને ઉપવાસ તોડે છે. દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે.

 આ વખતે 13 ઓક્ટોબર 2022ના રોજ કરવા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. પરણિત મહિલાઓને કરાવવા ચોથ સંબંધિત નિયમો અને રીતરિવાજોની કેટચલીક જાણકારી લઈને આવ્યા છે જો તમે પણ વ્રત રાખતા હોવ તો આ તમારા કામનું છે.

 પ્રથમ વખત કરવા ચોથની પૂજામાં લાલ લગ્નના વસ્ત્રો પહેરીને બેસો. જો તમે લગ્નનો લહેંગો ન પહેરવા માંગતા હો, તો તમે લગ્નનો દુપટ્ટો અથવા સાડી પહેરી શકો છો.

કરવા ચોથ માટે મહિલાઓએ પૂજા અને શ્રૃંગાર માટે અગાઉથી તૈયારી કરવી જોઈએ. તે દિવસ માટે કોઈ કામ બાકી રાખશો નહી

તમે સુહાગન છો એટલે સિંદુર ,ચાંદલો ,હાથમાં ચૂડો ગળામાં મંગશ સુત્ર અવશ્ય પહેરજો જે તમારી પૂજાને સંપૂર્ણ બનાવે છે.

ઉપવાસમાં ઉર્જા ઓછી ન થાય અને સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખીને ઉપવાસ કરવો જોઈએ.

 રાત્રે ચંદ્ર જોઈને પતિની આરતી કર્યા બાદ વ્રત તૂટી જાય છે. પૂજા યોગ્ય રીતે કરો અને પછી પાણી પીને ઉપવાસ તોડો.બને ત્યા સુધિ પતિના હાથેથી પાણી પીવો.

ઉપવાસ કર્યા પછી, વધુ પડતી કે તેલયુક્ત વસ્તુઓનું સેવન ન કરીને હળવો અને પૌષ્ટિક આહાર અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું.