અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલોમાં પ્રાથમિક ધોરણના વર્ગો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-1થી 4ની એકમ કસોટીના આધારે પરિણામ આપવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલમાં વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. હાલ ધો-9થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઓલનઆઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તા. 10મી મેથી ધો-10 અને બોર્ડની પરીક્ષાઓ લેવાશે. સરકારે માસ પ્રમોશન આપવાનો ઈન્કાર કરીને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધોરણ 1 થી 4માં એકમ કસોટી આધારે પરિણામની વિચારણા ચાલી રહી છે. આવી જ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ 5થી 8 ધોરણની પરીક્ષા લેવાની વિચારણા કરી રહ્યું છે. રાજ્ય સરકાર શિક્ષણનું નવુ સત્ર વહેલુ શરુ કરવાની વિચારણા કરી રહી છે. આ વર્ષે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન પણ ટુંકુ રાખવામાં આવે તેવી શકયતા છે. સરકાર દ્વારા સ્કૂલ અને કોલેજ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિચારણા કરી રહી છે.