Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતને ધ્યાનમાં રાખી તમામ સરકારી કાર્યક્રમ રદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર સફાળી જાગી છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં અમદાવાદમાં પતંગ મહોત્સવ અને ફ્લાવર શો પણ રદ કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમ તા. 15મી જાન્યુઆરી સુધી રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેની ઉપર સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જરૂરી નિર્ણયો પણ લેવામાં આવી રહ્યાં છે. વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવા સાથે સામાજીક અંતરનું પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સરકાર સંક્રમણ ઉપર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. દરમિયાન સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો તા. 15મી જાન્યુઆરી સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે. તેમજ તેમને જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ અને તેની તૈયારીઓને લઈને સમીક્ષા કરીને બે દિવસમાં જ રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.

દરમિયાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓની બેઠક મળશે. જેમાં કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા બાદ જરૂરી સુચનો આપવામાં આવે તેવી શક્યતા છે.

(PHOTO-FILE)